કભી તો મિલોગે…

Posted in Uncategorized on January 2, 2009 by Dhawal

Financial Crisis ના નામ ઉપર અત્યારે ઘણા બધા લોકો પોતાની નોકરીઓ થી હાથ ધોઇ બેઠા છે. હું જો મારા ગામ ની વાત કરુ તો Banks અને Financial Services મા તો સાવ ગાંડા જેવા કારણો આપી ને લોકો ને છુટા કરી દિધા છે. હમણા થોડા મહિનાઓ પહેલા મે પણ એનો સ્વાદ ચાખ્યો. છેલ્લા ઘણા વર્ષો થી પોતાની સમજી ને જે જગ્યાએ તનતોડ મહેનત કરી એ જગ્યાએ થી મને એક બપોરે આવજો કહી દિધુ.

હવે આને એ લોકો નુ ખરાબ timing કહુ કે મારા solid નસીબ્… પણ મારી સાથે ગામના ઘણા ગધેડાઓ બે ગાડીઓ ના માલિક થઇ ગયા… I mean, બેકાર થઇ ગયા. પહેલા તો બહુ ગુસ્સો આવ્યો… પણ હું શુ પથરા તોડી લેવાનો હતો… અને ત્યારે વર્ષો પહેલા કિશોર કુમાર નુ ક્યાંક સાભંળેલુ આ ગીત યાદ આવ્યુ…

છોટી સી યે દુનીયા… પેહચાને રાસતે હૈ… તુમ કભી તો મિલોગે… કહિં તો મિલોગે… તો પુછેગેં હાલ…

બસ કદાચ એજ વિચાર ના કારણે હિંમત એકઠી કરી… અને નસીબજોગે પહેલા કરતા સારી નોકરી મળી. પણ હવે ના સંજોગોમા અને પહેલા ના સંજોગોમા ફરક એટલો છે કે મનમા પોતાની જાત ને ફરી સાબીત કરવાનુ ભૂત સવાર થઇ ગયુ છે…

અને એટલા માટેજ Revenge is sweet એ કથન નો સ્વાદ ચાખવો છે. જોઇએ હવે ક્યરે મોકો મલે છે…

દોડ પકડ…

Posted in Uncategorized on November 15, 2008 by Dhawal

 

દોડ દોડ ને પક્ડ પકડ…
ઉઠ સવારે ને શરુ કર
જીવન ની એ દોડ પકડ…

કેટલા હાર્યો ને કેટલા જીત્યો…
એના હીસાબ મા મસ્ત રહી
વેડફ ક્ષણ ની એ રોકડ… -   રમ દોડ પકડ…

મન માર ને ઇચ્છાઓ ટાળ
નહી પરવડે એમ કહી
જા પકડ એ  ઝાંઝવા ના જળ… – રમ દોડ પકડ…

દોડ પકડ ની આ રમત મા સાંજ પડે વિસામો લેજે
કાલે ફરી એકડ એક થી…
ગુંથજે પાછી એજ સાકળ… – રમ દોડ પકડ…

જીવન મા અન (UN) હોય તો કેવી મજા આવે !!!

Posted in Uncategorized on November 10, 2008 by Dhawal

 

ઘણી વાર જીવન મા આંખો ખુલ્લિ રાખો તો ઘણી નાની બાબતો મોટી વાત કઈ જાય છે. હમણા ટીવી પર કાઈક એવુજ જોયુ… એક કાર ઇંસ્યોર્ંસ ની એડ્. એની tagline હતી…

Lets add a bit of UN in life…. to Un-Worry, Un-Complicate and Un-Wind…it pays to have that “UN”.

આમ તો આ સાવ સાદા શબ્દો લાગે… પણ જો અજમાવિએ તો કેટલો સરસ અર્થ મલે છે એમા થી…

આજે ઓફિસ મા બોસ સાથે મગજમારી થઇ એ વાત મહીનાઓ સુધી મન મા ને મન મા લઇ ને ફરતા રહો… અથવા… add a bit of UN in life… અને બનો મોજીલા… પછી જુઓ કયો કાકો તમારા મગજ ને તપાવી જાય છે… ઉલટાનુ એક એવુ નિખાલસ સરસ મજાનુ હસી નાખો કે તમને તપાવનારોય આગળ જતા બે વખત વીચાર કરે…

મારી ત્રણ વર્શ ની દીકરી ને આજે જોઉ છુ તો લાગે છે કે આ નાના ટાબરીયાઓ આપણા કરતા જીવન ને વધારે સમજે છે. જીવન ને સહેજ પણ complicate કર્યા વગર પોતાની દરેક વાત ને એટલી સહજતા થી કરી નાખે કે આપણ ને બે વખત શરમ આવી જાય કે જીવન ના આટલા વર્ષો પાણી મા તો નથી નાખ્યા ને !!!

અને એટલેજ Can’t we try and add “That” UN in our lives and see if that makes a difference… ‘coz if it does… તો પછી જીવન સાચ્ચેજ જીવી ગયા…

બાકી જનાવરો પણ જીવે તો છેજ… શુ કહેવુ છે…

અને હા… મહેરબાની કરીને મારી કાનો-મત્રા ની ભુલો માટે મને માફ કરજો…કારણ કે સાચ્ચુ ગુજરાતી લખવાની કળા હજી હુ શિખુ છુ…

મને ઓળખ્યો?

Posted in Uncategorized on November 2, 2008 by Dhawal

મનમોજી… પોતાની અંદર સંતાયેલા બાળકને ખુલ્લા મેદાનમાં રમવા મોકલવાનું એક માધ્યમ…. 

જીવનમાં Mature બનીને પાછા બાળક બનવું ઘણું અઘરૂં છે… પણ એની પણ એક મજા છે…

તો ચલો….

ફરી એકવાર… પાછા બાળપણમાં જઇએ…

અને જીવનને એવી જ નિખાલસતાથી જીવીએ…